અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્, પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત, ગગો એનો મુંબઇ ગામે; ગીગુભાઇ ગાંગજી નામે. લખ્ય કે માડી! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ ! સમાચાર સાંભળી તારા; રોવું મારે કેટલા દા'ડા ? ભાણાનો ભાણિયો લખે છે કે, ગીગુ રોજ મને ભેળો થાય, દન આખો જાય દા'ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય, નિત નવાં લૂગડાં પે'રે પાણી જેમ પૈસા વેરે. હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ, દવાદારૂના દોકડા આપણે ક્યાંથી કાઢશું બાપ ! કાયા તારી રાખજે રૂડી; ગરીબની ઇ જ છે મૂડી. ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ, જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ, તારે પકવાનનું ભાણું, મારે નિત જારનું ખાણું. દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ, આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ, તારે ગામ વીજળી દીવા, મારે આંહીં અંધારાં પીવાં. લિખિતંગ તારી આંધળી માંના વાંચજે ઝાઝા જુહાર, એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર, હવે નથી જીવવા આરો, આવ્યો ભીખ માગવા વારો.-ઇન્દુલાલ ગાંધી
Mahesh Parmar World
જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું; પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું. ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો; છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.
Friday, September 25, 2009
આંધળી માંનો કાગળ
માધવ ક્યાંય નથી મધુવનમાં
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં
કાલિન્દીના જલ પર ઝૂકી પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં વેણુ વાતા'તા વનમાળી
લહર વમળને કહે વમળ એ વાત સ્મરે સ્પંદનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં
કોઈ ન માગે દાણ કોઈની આણ ન વાટે ફરતી
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી
નંદ કહે જશુમતીને માતા વ્હાલ ઝરે લોચનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં
શિર પર ગોરસ મટુકી, મારી વાટ ન કેમે ખૂટી
અબ લગ કંકર એક ન લાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી
કાજળ કહે આંખોને આંખો વાત વહે અંશુવનમાં
માધવ ક્યાંય નથી મધુવનમાં
કોણ માનશે?
મોહતાજ ના કશાનો હતો કોણ માનશે?
મારોય એક જમાનો હતો કોણ માનશે?
ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દીવાનો હતો કોણ માનશે?
તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો કોણ માનશે?
માની રહ્યું છે જેને જમાનો જીવનમરણ
ઝઘડો એ ‘હા’ ને ‘ના’ નો હતો કોણ માનશે?
મસ્તીમાં આવી ફેરવી લીધી જગતની આંખ,
એ પણ સમય નશાનો હતો કોણ માનશે?
હસવાનો આજ મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો કોણ માનશે?
રુસ્વા કે જે શરાબી મનાતો રહ્યો જગે,
માણસ બહુ મઝાનો હતો કોણ માનશે?
મારોય એક જમાનો હતો કોણ માનશે?
ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દીવાનો હતો કોણ માનશે?
તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો કોણ માનશે?
માની રહ્યું છે જેને જમાનો જીવનમરણ
ઝઘડો એ ‘હા’ ને ‘ના’ નો હતો કોણ માનશે?
મસ્તીમાં આવી ફેરવી લીધી જગતની આંખ,
એ પણ સમય નશાનો હતો કોણ માનશે?
હસવાનો આજ મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો કોણ માનશે?
રુસ્વા કે જે શરાબી મનાતો રહ્યો જગે,
માણસ બહુ મઝાનો હતો કોણ માનશે?
ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,
ફુલ કેરા સ્પર્શથી પણ
દિલ હવે ગભરાય છે,
એને રુઝાયેલા ઝખ્મો
યાદ આવી જાય છે,
કેટલો નજીક છે
આ દુરનો સંબંધ પણ,
હું રડું છું એકલો એ
એ એકલા શરમાય છે.
કોઈ જીવનમાં મરેલા
માનવીને પુછજો,
એક મૃત્યૃ કેટલા મૃત્યૃ
નિભાવી જાય છે.
આ વિરહની રાત છે
તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય
તો આખો યુગ બદલાય છે.
એક પ્રણાલીકા નિભાવું છું,
લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું
જીવન હવે ક્યાં જીવાય છે.
- સૈફ પાલનપુરી
દિલ હવે ગભરાય છે,
એને રુઝાયેલા ઝખ્મો
યાદ આવી જાય છે,
કેટલો નજીક છે
આ દુરનો સંબંધ પણ,
હું રડું છું એકલો એ
એ એકલા શરમાય છે.
કોઈ જીવનમાં મરેલા
માનવીને પુછજો,
એક મૃત્યૃ કેટલા મૃત્યૃ
નિભાવી જાય છે.
આ વિરહની રાત છે
તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય
તો આખો યુગ બદલાય છે.
એક પ્રણાલીકા નિભાવું છું,
લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું
જીવન હવે ક્યાં જીવાય છે.
- સૈફ પાલનપુરી
તમારા અહીં આજ પગલાં થવાના
તમારા અહીં આજ પગલાં થવાના
ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ
ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે
શરમનો કરી ડોળ સઘળું જુએ છે
કળી પાંદડીઓના પડદે રહીને
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
તમારા નયનની અસર થઈ ગઈ છે
બધી રાત લોહીનું પાણી કરીને
બિછાવી છે મોતીની સેજો ઉષાએ
પધારો કે આજે ચમનની યુવાની
બધાં સાધનોથી સભર થઈ ગઈ છે
હરિફો ય મેદાન છોડી ગયા છે
નિહાળીને કીકી તમારાં નયનની
મહેકંત કોમળ ગુલાબોની કાયા
ભ્રમરડંખથી બેફિકર થઈ ગઈ છે
પરિમલની સાથે ગળે હાથ નાખી
કરે છે અનિલ છેડતી કૂંપળોની
ગજબની ઘડી છે કે પ્રત્યેક વસ્તુ
પુરાણા મલાજાથી પર થઈ ગઈ છે
ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન
કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે
તમે જો ન હો તો બધાં કહી ઉઠે કે
વિધાતાથી કોઈ કસર થઈ ગઈ છે
‘ગની’ કલ્પનાનું જગત પણ છે કેવું
કે આવી રહી છે મને મારી ઈર્ષ્યા
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને
ઘણી જન્નતોમાં સફર થઈ ગઈ છે
એક છોકરો સૂતો સૂતો તારા માટે wait કરે છે
એક છોકરો સૂતો સૂતો તારા માટે wait કરે છે
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે
આગળ પાછળ તારી એ
આખો દી ફરતો રાઉન્ડ રે…
એના આખા જીવનનું તું
લાગે છે કમ્પાઉન્ડ રે…
ક્યારેક આવી ખોલે છે તું…
કાચી ઊંઘે એક છોકરો રોમરોમનો gate કરે છે
ધીમે ધીમે પડશે સમજણ
કેવી છે આ થીમ
ધોધમાર તો પછી વરસવું
પહેલા તો રીમઝીમ…
તારા માટે તડપે છે એ…
નાહકનો એને તું who is that કરે છે
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે
આગળ પાછળ તારી એ
આખો દી ફરતો રાઉન્ડ રે…
એના આખા જીવનનું તું
લાગે છે કમ્પાઉન્ડ રે…
ક્યારેક આવી ખોલે છે તું…
કાચી ઊંઘે એક છોકરો રોમરોમનો gate કરે છે
ધીમે ધીમે પડશે સમજણ
કેવી છે આ થીમ
ધોધમાર તો પછી વરસવું
પહેલા તો રીમઝીમ…
તારા માટે તડપે છે એ…
નાહકનો એને તું who is that કરે છે
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે
મળવાનુ વચન આપી ન આવે મળવા
મળવાનુ વચન આપી ન આવે મળવા
હળવેકથી કહે આજે તો એપ્રીલ ફૂલ છે
આંખમાં આવકાર, હોઠો પર જાકારો
આરસના છળ પણ કેવા ક્રુઅલ છે
આકરા તાપમાં ફિલ્ડીંગ ભરી વર્ષો
કેચ પકડાયો તો કહે ફાઉલ છે
જાણીજોઇ ભુલ કરે દિલ તોડવાની
પછી કહે ‘કખગ’ કેટલો કુલ છે
હળવેકથી કહે આજે તો એપ્રીલ ફૂલ છે
આંખમાં આવકાર, હોઠો પર જાકારો
આરસના છળ પણ કેવા ક્રુઅલ છે
આકરા તાપમાં ફિલ્ડીંગ ભરી વર્ષો
કેચ પકડાયો તો કહે ફાઉલ છે
જાણીજોઇ ભુલ કરે દિલ તોડવાની
પછી કહે ‘કખગ’ કેટલો કુલ છે
Subscribe to:
Posts (Atom)