તમારા અહીં આજ પગલાં થવાના
ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ
ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે
શરમનો કરી ડોળ સઘળું જુએ છે
કળી પાંદડીઓના પડદે રહીને
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
તમારા નયનની અસર થઈ ગઈ છે
બધી રાત લોહીનું પાણી કરીને
બિછાવી છે મોતીની સેજો ઉષાએ
પધારો કે આજે ચમનની યુવાની
બધાં સાધનોથી સભર થઈ ગઈ છે
હરિફો ય મેદાન છોડી ગયા છે
નિહાળીને કીકી તમારાં નયનની
મહેકંત કોમળ ગુલાબોની કાયા
ભ્રમરડંખથી બેફિકર થઈ ગઈ છે
પરિમલની સાથે ગળે હાથ નાખી
કરે છે અનિલ છેડતી કૂંપળોની
ગજબની ઘડી છે કે પ્રત્યેક વસ્તુ
પુરાણા મલાજાથી પર થઈ ગઈ છે
ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન
કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે
તમે જો ન હો તો બધાં કહી ઉઠે કે
વિધાતાથી કોઈ કસર થઈ ગઈ છે
‘ગની’ કલ્પનાનું જગત પણ છે કેવું
કે આવી રહી છે મને મારી ઈર્ષ્યા
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને
ઘણી જન્નતોમાં સફર થઈ ગઈ છે
જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું; પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું. ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો; છતાં આપની મીઠી નજર કાજે ભીખરી છુ.
Friday, September 25, 2009
તમારા અહીં આજ પગલાં થવાના
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment